SPORT

શર્ટ કાઢીને મસ્તી કરતા જોવા મળ્યા ઇન્ડિયાના ખીલાડીઓ , બીચ પર મસ્તીનો વિડિયો થયો વાઇરલ…જુઓ અહી

શર્ટ કાઢીને મસ્તી કરતા જોવા મળ્યા ઇન્ડિયાના ખીલાડીઓ , બીચ પર મસ્તીનો વિડિયો થયો વાઇરલ…જુઓ અહી,એશિયા કપમાં પહેલાથી જ ટીમ ઇન્ડિયા ખુબ જ પ્રચંડ ફોર્મમાં જોવા મળી રહી છે. બીસીસીઆઇએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ મોજ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

એશિયા કપમાં ભારતીય ટીમ ખુબ જ શાનદરા પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે પોતાની પહેલી મેચ 5 વિકેટથી જીત હતી. ત્યારે ભારતે હોંગકોંગ સામે મેચ જીતી સુપર 4 માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે આ પછી ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.

BCCI એ તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તમામ ભારતીય ખેલાડીઓએ બીચ પર ખુબ મોજ મસ્તી કરી છે. વીડિયોમાં વિરાટ કોહીલ શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તેમાં ઓપનર કેએલ રાહુલ અને અર્શદીપ સિંહ સર્ફિંગ કરતા જોવા મળી રહ્યા છે. તો કેપ્ટન રોહિત શર્મા બોટિંગની મજા માણી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

યુજવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિને પેટલ બોટ ચલાવી હતી. ત્યારે મોટાભાગના ખેલાડી વોલીબોલ રમતા જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં અર્શદીપ સિંહની એન્ટ્રી થયા છે. ત્યારબાદ વિરાટ કોહીલ લાઈફ જેકેટ પહેરતો જોવા મળી રહ્યો છે. કોચ રાહુલ દ્રવિડ પણ ખુરશી પર બેસેલા જોવા મળ્યા હતા.

એશિયા કપમાં ભારતીય ટીમે સૌથી વધારે 7 વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. શ્રીલંકાએ 5 વખત એશિયા કપ જીત્યો છે. ત્યારે પાકિસ્તાને માત્ર 2 વખત ખિતાબ જીત્યો છે. આ વખતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો ટીમ આ વર્ષે પણ એશિયા કપ જીતે છે તો આ 8 મી વખત હશે જ્યારે ભારતે આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

873 Replies to “શર્ટ કાઢીને મસ્તી કરતા જોવા મળ્યા ઇન્ડિયાના ખીલાડીઓ , બીચ પર મસ્તીનો વિડિયો થયો વાઇરલ…જુઓ અહી