SPORT

આજ કાલ બધા ક્રિકેટરો લઈ રહ્યા છે સન્યાસ , વધુ એક ઓષ્ટ્રેલિયન ક્રિકેટરએ લીધો સંન્યાસ…જુઓ અહી

આજ કાલ બધા ક્રિકેટરો લઈ રહ્યા છે સન્યાસ , વધુ એક ઓષ્ટ્રેલિયન ક્રિકેટરએ લીધો સંન્યાસ…જુઓ અહી,આરોન ફિંચ (Aaron Finch ) ખૂબ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. વનડે ક્રિકેટમાં ગત કેટલાક સમ્યથી તેમના બેટ વડે મોટી ઇનિંગ રમાઇ નથી, તેમણે પોતાની ગત સાત ઇનિંગમાં 26 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન આરોન ફિંચે સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝિલેંડ વિરૂદ્ધ પોતાને અંતિમ 146મી અને અંતિમ વનડે ઇન્ટરનેશનલ મેચ રમશે. પરંતુ તે આગામી મહિને થનાર ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ યથાવત રાખશે. તેમણે કેપ્ટનશિપ છોડતાં ફેન્સને તગડો આંચકો લાગ્યો છે.

આરોન ફિંચે પોતાના નિવેદનમાં કહ્યું કે ‘અહીં સુધીની સફર શાનદાર રહી છે. હું કેટલીક વનડે ટીમોનો ભાગ બનવા માટે સૌભાગ્યશાળી રહ્યો છું. મને તે બધાના આર્શિવાદ મળ્યા છે અને સાથ મળ્યો છે, જેની સાથે હું ક્રિકેટ રમ્યો છું.’

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આરોન ફિંચે (Aaron Finch ) આગળ કહ્યું કે ‘હવે સમય આવી ગયો છે કે આગામી કેપ્ટનને વલ્ડ કપની તૈયારી અને જીતવાની તક આપવામાં આવે. હું તે બધાનો આભારત વ્યક્ત કરું છું, જેમણે મને આ મુકામ સુધી પહોંચાડવામાં મારી મદદ કરી. આરોન ફિંચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાએ ગત વર્ષે ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.’

આરોન ફિંચ (Aaron Finch ) ખૂબ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા છે. વનડે ક્રિકેટમાં ગત કેટલાક સમ્યથી તેમના બેટ વડે મોટી ઇનિંગ રમાઇ નથી, તેમણે પોતાની ગત સાત ઇનિંગમાં 26 રન બનાવ્યા છે. તે પોતાના નામના અનુરૂપ પ્રદર્શન કરી રહ્યા નથી. આરોન ફિંચે (Aaron Finch ) ભારતમાં થનાર 2023 વનડે વર્લ્ડક્પને પોતાનો ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ ખરાબ ફોર્મના લીધે તેમને સંન્યાસ લેવો પડ્યો.

આરોન ફિંચ (Aaron Finch ) પોતાના દમ પર ઓસ્ટ્રેલિયા ટીમને ઘણી મેચ જીતાડી છે. તેમણે ઓસ્ટ્રેલિયા તરફથી 145 વંડે મેચોમાં 5401 રન બનાવ્યા છે. જેમાં 17 સદી સામેલ છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી વનડે ક્રિકેટમાં ચોથા સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. તેમની આગળ રિકી પોટિંગ 29 સદી, ડેવિડ વોર્નર અને મોર્ક વોએ 17-17 સદી ફટકારી છે.

1,033 Replies to “આજ કાલ બધા ક્રિકેટરો લઈ રહ્યા છે સન્યાસ , વધુ એક ઓષ્ટ્રેલિયન ક્રિકેટરએ લીધો સંન્યાસ…જુઓ અહી