GUJARAT

જૂનાગઢમાં પાણીમાં તણાઈ ગયેલા બાપાનું હેમખેમ પરિવાર સાથે મિલન થયું, બાપાએ કહ્યું હું તો દોઢ બે કલાકથી…

જૂનાગઢમાં પાણીમાં તણાઈ ગયેલા બાપાનું હેમખેમ પરિવાર સાથે મિલન થયું, બાપાએ કહ્યું હું તો દોઢ બે કલાકથી… શનિવારે જૂનાગઢમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરે હાહાકાર મચાવ્યો હતો.

જે કોઈ પાણીના પ્રવાહની અંદર આવ્યું તે બધું તણાઈ ગયું.. આ દરમિયાન એક વીડિયોમાં એક વૃદ્ધ, પરિવારની સામે જ પાણીમાં તણાતો જોવા મળ્યો હતો.

જો કે, હવે સમાચાર આવી રહ્યા છે કે આ વૃદ્ધનો ચમત્કારિક બચાવ થયો છે અને તે તેના પરિવાર સાથે મિલન થઈ ગયું છે.જૂનાગઢમાં રહેતા 57 વર્ષીય વિનોદભાઈ શનિવારે જમવા માટે દુકાનેથી સાયકલ લઈને ઘરે આવી રહ્યા હતા.

પરંતુ, કાલી નદીમાં 3 ફૂટ પાણી પહોંચતાં તે પુલ ઉપરથી વહેવા લાગી હતી. તે જ સમયે દિવાલ પણ તૂટી ગઈ હોવાથી પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ સાયકલ છોડીને પગપાળા ચાલ્યા ગયા હતા.

બ્રિજ પર પહોંચતા જ પાણી વધવાને કારણે તેમણે કારને પકડી રાખી તો કાર સાથે તેઓ પણ તણાવા લાગ્યા હતા. જેનો વીડિયો સ્વજનો ઉતારી રહ્યા હતા અને વીડિયોમાં એક બહેન કહી રહ્યાં હતાં, ‘એ બાપા વયા ગ્યા…’’ આ વીડિયોનો અવાજ આજે પણ દરેકના કાનમાં ગુંજી રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ રેસ્ક્યુ ટીમ વિનોદભાઈ પાસે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને અંતે હેમખેમ બચી ગયા હતા. વિનોદભાઈએ જણાવ્યું કે, હું તણાયો પછી દોઢથી બે કલાક ખેતરમાં ઝાડને પકડીને રહ્યો હતો.

હું હિંમત ન હાર્યો. મેં એવા દિવસો પણ જોયા છે જ્યારે મને બે દિવસ ખાવાનું ન મળ્યું, તેથી હું હિંમત હારી નહીં. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને જૂનાગઢ પોલીસના વખાણ કર્યા હતા.

58 Replies to “જૂનાગઢમાં પાણીમાં તણાઈ ગયેલા બાપાનું હેમખેમ પરિવાર સાથે મિલન થયું, બાપાએ કહ્યું હું તો દોઢ બે કલાકથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *